આસ્તિક.... ધ વોરીયર... - અધ્યાય-17

(23)
  • 4.6k
  • 6
  • 1.7k

"આસ્તિક"અધ્યાય-17 વશિષ્ઠ ઋષિનાં શિષ્ય આશ્રમ પર પધારે છે અને જરાત્કારુ મહર્ષિને એમનાં આગમનનું કારણ અને દિવસ જણાવે છે. જરાત્કારુ દેવ ખૂબ આનંદ પામે છે એમનાં સિષ્યને જળપાન ભોજન કરાવીને કહે છે તમે વિશ્રામ કરો પછી તમારાં ગુરુજી પાસે જઇને અમારો સંદેશ આપો કે અમે પૂનમની રાહ જોઇશું. અમને ખૂબ જ ખુશી થઇ છે કે એમનાં પાવન પગલાં અહીંની ભૂમિને પાવન કરશે ત્થા અમારાં દિકરા આસ્તિકને એમનાં આશીર્વાદ મળશે. વશિષ્ઠ ઋષિનાં શિષ્યએ બધું પરવારી વિશ્રામ કરીને પછી જરાત્કારુ બેલડીનાં આશીર્વાદ લઇને પોતાનાં ગુરુ પાસે જવા નીકળી ગયાં. પછી આસ્તિકે પોતાનાં પિતાજી પાસે આવીને આશીર્વાદ લીધાં અને પછી એમની સામે પદમાસન વાળીને