સાપસીડી….20… પ્રતીકને લાગ્યું કે મીતા વચ્ચે છે તો વાંધો નથી. આખી જ ક્રિયા અને કlર્યો ની વૈજ્ઞાનિક અને વ્યવહારુ સમજ મિતાએ તો આપી જ હતી. પણ મહારાજે પણ આપી. વળી પ્રતીક તો શ્રી શ્રી અને બાબા રામદેવનો ભક્ત હતો જ.. તેમના આશ્રમોમાં 15 /20 દિવસ રહી આવેલ અને તાલીમો પણ લઈ આવ્યો હતો. એટલે પણ એને મહરાજમાં વિશ્વાસ બેસવા માંડ્યો હતો . આ બધા ક્રિયા કાંડ અને મંત્ર તંત્ર રાજકારણ ના મેનેજમેન્ટના જ પાઠ છે .એમ હવે તે માનવા લાગ્યો હતો. એણે સાંભળ્યું તો હતું જ કે બ્રહ્માકુમારી જેનું અlબુમાં મુખ્યમથક છે અને દુનિયાના અનેક દેશોમાં તેના સેન્ટરો છે