સ્મરણની પ્રક્રિયાને સમજયા પછી વિસ્મરણનો પણ વિચાર કરવો પડે તેમ છે. માણસ ઘણું બધું યાદ રાખી શકે છે એ એક હકીકત છે તો માણસ ઘણું બધું ભૂલી જાય છે એ પણ એટલી જ નક્કર હકીકત છે. વિસ્મૃતિ એ જીવનનો સામાન્ય અને સાહજિક અનુભવ છે. કેટલીક બાબતો પૂરેપૂરી અથવા સદંતર ભૂલાઈ જાય છે, કેટલીક અડધીપડધી ભૂલાઈને ધૂંધળી બની જાય છે ત્યારે કેટલીક વાતો ભૂલાઈ ગઈ છે એવું લાગ્યા પછી થોડાક પ્રયત્ને યાદ પણ આવી જતી હોય છે. ‘એમ્નેશિયા’ કે ‘ફ્યુગ’ તરીકે ઓળખાતી મનોવિકૃતિમાં માણસ પોતાના પૂર્વજીવનની કેટલીક અગત્યની બાબતો અથવા ક્યારેક સમ્રગ પૂર્વજીવન પણ વિસરી જતો હોય