દ્રશ્ય એક- ઓસ્ટ્રેલિયા માં ક્યાંક નાનકડા શહેર માં એક યુવતી સાંજ સમયે જમવા માટે રેસ્ટોરન્ટ શોધતી હતી એટલા માં તે એક ડેવિલ કોલોની પાસે પહોંચી. ડેવિલ કોલોનીમા બધા જ રેસ્ટોરન્ટ અને દુકાનો ને આગળ ડેવિલ નામ લખેલું હતું. એટલામાં જ એની નજર ડેવિલ રેસ્ટોરન્ટ ઉપર પડી જેના બોર્ડ માં નીચે ગુજરાતી ફૂડ લખ્યું હતું. સવારની ભૂખથી કકડતી એ છોકરી જરા પણ વિચાર્યા વગર રેસ્ટોરન્ટમાંં ચાલી ગઈ. તેને અંદર આવતી જોઈને રિસેપ્શનિસ્ટ એ આવકારો આપીને ટેબલ ખસેડીને બેસાડી અને તમે કેવા પ્રકાર નું જમવાનું લેવા માંગો છો જવાબ માં ગુજરાતી સંભળી રિસેપ્શનિસ્ટે એને કહ્યું અમારા