વિશ્વ પૃથ્વી દિવસ પૃથ્વીના ગુણગાન અને તેની પૂજા વેદોમાં કરવામાં આવે છે. ઋગવેદ ઉપરાંત અથવૅવેદના બારમાં મંડળના ભૂમિક સૂકતમાં પૃથ્વીની ઉત્પતિ વિશે બતાવ્યુ છે. બ્રહ્મા અને વિશ્વકર્મા વગેરે દેવતાઓને કારણે પૃથ્વી પ્રગટ થઈ. આ સૂકતમાં પૃથ્વીને માતા અને મનુષ્યને સંતાન તરીકે નિરૂપયા છે. આ સૂકતમાં 63 મંત્રોમાં પૃથ્વીની વિશેષતા અને તેના પ્રત્યે મનુષ્યોના કર્તવ્યોનો મહિમા બતાવ્યો છે. જે રીતે પૃથ્વી માતા મનુષ્યોને પોતાના સંતાન સમજી તેનું લાલન પાલન કરે છે તેમ માતાની રક્ષા કરવી એ પણ સંતાનનું કર્તવ્ય છે. એવી જ રીતે બીજા એક સૂકતમાં પૃથ્વીની ઉત્પતિ વિશે સમજાવ્યુ છે કે જ્યારે