આગે ભી જાને ના તુ - 27

  • 3.1k
  • 1.1k

પ્રકરણ - ૨૭/સત્યાવીસગતાંકમાં વાંચ્યું....સુજાતાના પિતા નગીનદાસ ઝવેરીનું અવસાન થતાં અનંત અને સુજાતાની સાથે જમના પણ જામનગર જાય છે અને અઠવાડિયા બાદ વલ્લભરાય અને નિર્મળા પણ જામનગર જાય છે. લાજુબાઈ વડોદરામાં એકલી છે ત્યારે જ ઇન્સપેક્ટરનો ફોન આવતા એને અજાણતા જ ખીમજી પટેલ જેલમાં હોવાની માહિતી મળે છે.....હવે આગળ......લાજુબાઈએ સુખદ આશ્ચર્યજનક સ્મિત સાથે ઇન્સપેક્ટર સાથે વાત કરીફોન પાછો મુક્યો અને રસોડામાં જઈ તૈયાર થયેલી ચાનો કપ ભરી પરસાળમાં આવીને હીંચકે બેઠી પૂર્ણ આસ્વાદ સાથે ચાની ચૂસકી ભરતાં ભરતાં પોતાનું ઉજાગરાથી ઠપ થઈ ગયેલું મગજ ફરી કામે લગાડ્યું અને આ માહિતી પોતાના માટે કેટલી ઉપયોગી થશે એના તાણાવાણા ગૂંથવા અને ઉકેલવામાં લાગી