લવ બાઇટ્સ - પ્રકરણ-33

(135)
  • 6.4k
  • 7
  • 3.8k

લવ બાઇટ્સપ્રકરણ-33 કરુણરસમા ગદગદ કંઠે ગવાતું ગીત એની પાછળ ખેંચાતો સ્તવન.... એની આંખમાંથી આંસુ પડી રહેલાં. આશા તો ખૂબજ આર્શ્ચય અને આઘાત સાથે સ્તવનની પાછળ જઇ રહી હતી એની આંખમાં પણ આંસુ આવી ગયાં. સ્તવન હજી થોડો આગળ વધ્યો અને અચાનકજ ખૂબ પવન ફુંકાયો રોડ પરનાં કાગળ પત્તા બધું ઉડવા માંડ્યું અને જાણે ધુમરી કરતો પવન વંટોળમાં પરિણમ્યો અને ટોર્નેડોનું રૂપ લીધું. એમાંથી હસવાનો પછી રડવાનો અવાજ આવવા લાગ્યો અને એ ઘુમરાતાં પવનમાંથી એક આકૃતિ રચાઇ અને એમાંથી અવાજ સંભળાયો હું છું મને ઓળખી નહીં ? તેં મને એ ગીત ગાઇને પુકારી હું આવી ગઇ... સ્તવન થોડીકવાર એમજ જોઇ રહ્યો