ટપાલની વાટે

(11)
  • 2.9k
  • 1
  • 1k

ગોમના ચોરે ઉભેલા ગામના સરપંચ અને બીજા ચાર પાંચ લોકોએ દુરથી એક સાયકલ આવતી જોઇને કહ્યું, "ટપાલી આવતો જણાય છે, પણ આ નટુભાઈ નથી કોઈ બીજો જ ટપાલી છે નવો આવ્યો લાગે છે" સાયકલ ઉપર પવન સાથે હવામાં લહેરાતા લાંબા વાળ વાળો એકદમ પતલા શરીર વાળો અને ગાલ તો જાણે ચંદ્ર પર દેખાતા ખાડા જ જોઈલો, ટપાલ ખાતાનો નવો જ યુનિફોર્મ અને પગમાં ફાટેલ જોડા,... ઉંમરે લગભગ 20- 21 વર્ષનો હશે. સાયકલ ઉપર આવનાર ટપાલીએ ગામના ચોરે ઉભેલા લોકોને રામ રામ કારીને દરેક ટપાલી પૂછે તેવો એક સામાન્ય પ્રશ્ન પૂછ્યો.. ,"પ્રભા બેનનું ઘર ક્યાં આવ્યું જરા જણાવશો ?" "આ સામે