એ અલ્લડ છોકરી

  • 4.6k
  • 1.1k

ઢોલ અને શરણાઈના સુરો હજુ હમણાં બે કલાક પહેલા જ બંદ થયા હતાં. ઘરના મુખ્ય દરવાજે લીલુંછમ તોરણ બાંધેલું હતું. ઘરની બહાર ખોડેલા મંડપ ના થાંભલાઓ મંડપ વાળા લોકો ઉખાડી રહ્યાં હતાં. બે ચાર સ્ત્રીઓ ફળિયામાં ઉડેલા કાગળો, ચા અને સરબતના કપ ભેગા કરી રહી હતી, વાળી રહી હતી. મહેમાનો ની દોડ ધામ હતી. કોઈ પોતાની ગાડી સાફ કરી રહ્યું હતું તો કોઈ પોતાની બાઇકને પાર્કિંગમાં થી બહાર કાઢી રહ્યું હતું. જમવાના કાઉન્ટર, ટેબલ અને વાસણ આમથી આમ ફેંકાઈ રહ્યાં હતાં. કોઈ કોઈ જગ્યાએ મહેમાનો ટોળું વળીને વાતો કરી રહ્યાં હતાં. થોડી વાર પહેલાં