મૃગયા

(11)
  • 3.5k
  • 2
  • 840

-: મૃગયા :-. DIPAKCHITNIS(DMC)………………………………………………………………………………… દિગ્દર્શક મૃણાલ સેનના ચિત્ર ‘મૃગયા‘ ને વર્ષ ૧૯૭૭ માં શ્રેષ્ઠ રાષ્ટ્રીય ચિત્ર કરીકે સ્વણઁકમલ પ્રાપ્ત થયેલ. આ ચિત્રપટના મુખ્ય નાયક તરીકે મિથુન ચક્રવર્તી ને શ્રેષ્ઠ અભિનેતા તરીકે નો એવોર્ડ મળેલ હતો. મૃણાલ સેન સામાજિક અને આર્થિક અસમાનતાની સાથે સાથે રાજકીય શોષણ સામે માથું ઉચકનાર સર્જક છે. ફિલ્મનું માધ્યમ સમાજ જાગૃતિ માટે છે. એવું ધ્યેય ધરાવનારા ફિલ્મ સર્જકોમાં મૃણાલ સેનનું સ્થાન અગ્ર હરોળમાં છે. ‘મૃગયા‘ માં સામાજિક અને રાજકીય શોષણ સામે અવાજ ઉઠાવતાં સંથાલ આદિવાસીઓના સંતાપ અને સંઘર્ષની કથા છે. સંથાલ પરગણામાં તાડડાંગા નામનું એક ગામ છે. તે વિસ્તારના આદિવાસીઓનો ઉદ્યમ, તેમની અસહાયતા અને તેમના અને અજ્ઞાનની વાતો વણી લઈને ‘મૃગયા‘ નું નિર્માણ થયું છે. ‘મૃગયા‘ એટલે કે શિકાર સામાન્ય રીતે પૌરાણિક-મધ્યકાલીન યુગમાં રાજા-મહારાજાઓ પશુ-પંખીનો શિકાર કરે તે મૃગિયા કહેવાતી. મૂળ કથા ઓરિસ્સાના લેખક ભગવતીચરણ પાણિગ્રહીની છે. અંગ્રેજ અમલદારો, જમીનદારો ને શાહુકારો