હૃદયની વ્યથા - એક રક્ત ભીની પ્રણય કથા - 2

  • 2.4k
  • 928

અનિલ થોડી વાર ચોકી ગયો પછી બોલ્યો.."હા હું ઓળખું છું તેને" તરત જ પેલો અજાણ્યો વ્યક્તિ બોલ્યો.. "તો જલ્દીથી જુના RTO પાસે આવી જાવ આ બહેન અને તેની સાથે જે ભાઈ હતા તેનું એક્સીડેન્ટ થયું છે, અને તેને અમે અહીં નજીક મહાવીર હોસ્પિટલમાં લઈ જઈએ છીએ." આટલું સાંભળતા તો અનિલના મોતિયા મરી ગયા.. તેની માથે તો જાણે આભ ફાટ્યું.. તરત જ અનિલ બાઇક લઈને મહાવીર હોસ્પિટલ પહોંચી ગયો ને ત્યાં પૂછતાં પૂછતાં નરિતાને જે રૂમ માં રાખી હતી ત્યાં પહોંચ્યો. બહાર પેલો તેનો બોયફ્રેન્ડ હાથ અને પગે પાટો બાંધીને બેઠો હતો કેમકે તેને ખૂબ જ ઓછું વાગ્યું હતું. પણ નરીતા