કોયલનો ટહુકો અને નાનપણની યાદો

  • 5.3k
  • 1.2k

કોયલનો ટહુકો અને નાનપણની યાદો આજે વહેલી સવારે હું અમારા ઘરના બગીચામાં ફરતો હતો. ઘરનાં મંદિરમાં ભગવાનને ચડાવવાનાં ફુલો બગીચામાંથી લેતો હતો. વહેલી સવારનો સમય હતો એટલે રોડ પર વાહનોની ચહલ-પહલ ઓછી હતી. માત્ર પક્ષીઓના કલરવનો જ અવાજ સંભળાતો હતો. અમારા બગીચામાં મોટા ભાગે ચકલી અને પોપટનો અવાજ વધુ સાંભળવા મળે. પણ આજે અચાનક જ મીઠો મધુરો કોયલનો ટહુકો સંભળાયો. કોયલનો ટહુકો સાંભળીને મેં જ્યાંથી અવાજ આવી રહ્યો હતો ત્યાં નજર કરી અને જોયું તો અમારા ઘરથી થોડે અંતરે આવેલ એક લિંમડાનાં ઝાડ પર બેઠેલી કોયલ સવાર-સવારમાં પોતાનો મીઠો મધુરો ટહુકો કરી રહી હતી. કોયલનાં અવાજથી