સાગરસમ્રાટ - 9 - શિકારનું આમંત્રણ

(14)
  • 3.9k
  • 1
  • 1.4k

શિકારનું આમંત્રણ પાસિફિક મહાસાગર ઠેઠ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી અને એશિયાના પૂર્વ કિનારાથી અમેરિકાના પશ્ચિમ કિનારા સુધી પથરાઈ પડ્યો છે. બધા સમુદ્રોમાં તે સૌથી શાંત છે. તેના પ્રવાહો વિશાળ અને મંદ છે. તેની ભરતી પણ શાંત હોય છે. તેમાં વરસાદો પુષ્કળ પ્રમાણમાં વરસે છે. બહુ વિચિત્ર સંજોગોમાં આ મહાસાગરની અંદર અમારે ફરવાનું થયું. પ્રોફેસર ! આપણી મુસાફરી અહીંથી શરૂ થાય છે. જુઓ, પોણાબાર થવા આવ્યા છે. હવે હું વહાણને દરિયાની સપાટી ઉપર લઈ જાઉં છું.' એટલું બોલીને કેપ્ટન નેમોએ વીજળીની ટેકરી ત્રણ વાર વગાડી કે પંપો ચાલુ