અમે કેટલું ઊંધ્યા તેની મને ખબર નહોતી, પણ મને લાગે છે કે અમે બારથી પંદર કલાક ઊંધ્યા હોઈશું. મારો બધો થાક ઊતરી ગયો હતો. હું ઊઠ્યો ત્યારે પણ મારા સાથીઓ તો ઘોરતા જ હતા. મેં ઊઠીને આસપાસ જોયું. બધું એમનું એમ જ હતું. ફક્ત અમારાં ખાવાનાં વાસણો ત્યાંથી ઊપડી ગયાં હતાં. અમે હજુ પાંજરામાં જ પુરાયેલા હતા. જોકે મારો થાક ઊતરી ગયો હતો પણ મારી છાતી ભારે લાગતી હતી. શ્વાસ મુશ્કેલીથી લેવાતો હતો, તેનું કારણ તપાસતાં મને એમ જણાયું કે ઓરડામાં રહેલો ઑક્સિજન (પ્રાણવાયુ) ખૂટવા આવ્યો હતો. એક માણસ એક