સાગરસમ્રાટ - 4 - કેદ પકડાયા

(16)
  • 3.3k
  • 1.5k

હું દરિયામાં પડ્યો પણ મારું ભાન ન ભૂલ્યો. પડતાંની સાથે જ હું દસ-પંદર ફૂટ ઊંડો ઊતરી ગયો પણ પાછો તરત જ હાથનાં હલેસાં મારીને સપાટી ઉપર આવી પહોંચ્યો. હું તરવામાં ખૂબ હોશિયાર હતો એટલે હિંમત હાર્યો નહિ. મેં તરતાં તરતાં ચારે બાજુ નજર નાખી પણ આસપાસ ક્યાંયે વહાણ દેખાયું નહિ. દૂર પૂર્વમાં કાંઈક ઝાંખો પ્રકાશ ધીમે ધીમે અદશ્ય થતો દેખાતો હતો. મેં મોટેથી, બૂમ પાડી : ' મદદ, મદદ !' એ અમારું વહાણ હતું. હું તે દિશામાં જોરથી હાથ વીંઝતો તરવા લાગ્યો, પણ મારાં કપડાંએ મને ખૂબ હેરાન કરવા માંડ્યો. ભીનાં કપડાં મારા શરીર સાથે ચોંટી