રૂહી આજ મીરાંને મળવા આવી હતી. બધાએ રૂહી સાથે બેસી ઘણી વાતો કરી. મીરાંને રૂહીએ નરેશની ઘણી અંગત વાતો પણ કરી હસી - મજાકવાળી. રૂહી જતાં જતાં નરેશે આપેલી ગિફ્ટ મીરાંના હાથમાં આપે છે હવે આગળ... મીરાં અને સંધ્યા બેય ઉપરના માળે જાય છે. દાદર ચડતા ચડતા બેય મસ્તી કરે છે. કુમુદને જરા પણ ન ગમ્યું કે મીરાંએ નરેશની આપેલી ગિફ્ટ વિશે કુમુદને ન જણાવ્યું. એ મોં ચડાવીને પોતાના ઓરડામાં જઈ બારણું જોરથી ધકેલે છે. રીટાને ભાસ થયો કે ક્યાંક વાત બગડી હોય એવું લાગે છે. એ કુમુદના ઓરડા તરફ જાય છે કે રાજવી એને જતા રોકે છે. એ