ટૂંકી વાર્તા સંગ્રહ - 5

  • 6.9k
  • 1
  • 2.1k

? વરણાગી વૈભવ ?ગામડે જમીનો વેચીને નટવરલાલે શહેરના "પોશ" એરિયામાં ચાર કરોડ નો બંગલો હરખાઈને ગ‌ઈ ધૂળેટીના દિવસે ખરીધ્યો. બીજે જ દિવસથી આખોય બંગલો પાડીને જમીન દોસ્ત કરવાનું શરૂ કર્યું. બંગલાની સાથે સાથે એની ફરતે અને ફળિયામાં લહેરાતા લીમડા , તુલસી , આસોપાલવ, ગુલમહોર અને કણજીનાં ઘટાદાર વૃક્ષો અને અન્ય નાનાં નાનાં કુદરતી સુંદર ઝાડ-વેલાનો પણ જડમૂળથી નાશ કરી દીધો. એક જ વર્ષમાં નવો બંગલો પણ તૈયાર થઈ ગયો. આ ધૂળેટી એ જાજરમાન વાસ્તુ પણ કર્યું. ને એનાં બીજા જ દિવસે નટવરલાલે બંગલાનાં આંગણાં ને શોભાવવા માટે "લીલી હરિયાળી" નર્સરીમાં પાંચ બોન્સાઈ , દસ કેક્ટસ, છ ફ્લાવર પોટ