રાજકારણની રાણી - ૪૪

(77)
  • 4.8k
  • 4
  • 3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૪સુજાતાબેન અને હિમાની પાટનગર જવા માટે નીકળી ગયા પછી જનાર્દન પક્ષના કાર્યાલય પર પહોંચી ગયો હતો. તેણે જેમની સાથે વધારે મૈત્રી હતી એવા કાર્યકરોને અગાઉથી જ બોલાવી રાખ્યા હતા. જનાર્દન સુજાતાબેનનો ડાબો હાથ જેવો ગણાતો હોવાથી કાર્યકરો વધારે માન આપતા હતા. એક-બે કાર્યકરો તો જનાર્દનને એવી ભલામણ કરતા રહેતા હતા કે સુજાતાબેન ધારાસભ્ય બન્યા પછી એમને કોઇ લાભ થવો જોઇએ. એમની ભલામણથી કોઇ જાણીતી કંપનીની એજન્સી કે ખાનગી કંપનીમાં મોટા પદવાળી નોકરી મળવી જોઇએ. કોઇ કહેતું કે એમના થકી એમના ધંધામાં મોટો કોન્ટ્રાક્ટ મળવો જોઇએ. ત્યારે જનાર્દન કહેતો હતો કે એણે પોતે એવી કોઇ આશા