નીરજની સમજાવટભરી વાતનું મનોમંથન કરતા રહેવામાં સુભાષને ક્યારે ઊંઘ આવી ગઈ તે સમયનું તેને ભાન ન રહ્યું. સવારે ઉઠતાની સાથે જ નિર્ધાર કર્યો: આજથી અનામિકાને યાદ કરવી જ નહી. અન્ય પ્રવૃતિઓમાં વ્યસ્ત રહેવું. તેથી તેણે ડ્યુટી ખતમ થયા બાદ મિત્રો જોડે બેસવાનું, લાયબ્રેરીમાં જવાનું અને ઘેર પહોંચ્યા બાદ ટીવીમાં સમાચારો ઉપરાંત અન્ય મનોરંજક કાર્યક્રમો જોતા રહેવા અને જમ્યા પછી રાત્રે અગાસીની છત પર એકાદ કલાક સુરભી સાથે બેસવું અને આંખો ઘેરાવા લાગે ત્યારે પથારી પકડી લેવાની. છતાય કદીક ઊંઘ ન આવે તો લાયબ્રેરીમાંથી વાંચવા માટે લાવેલા વિવિધ વિષયોને લગતા પુસ્તકો વાંચવાના. આ પ્રક્રિયાઓ થોડી અઘરી લાગે પરંતુ