સામાજિકતાને સફળતાની કેદ? દિવ્યેશ ત્રિવેદી

  • 1.1k
  • 264

સિકંદર મોટા સામ્રાજ્યનો માલિક હતો. એને માત્ર વિશ્વવિજેતા બનવામાં નહિ, પોતાનું એ પદ જાળવી રાખવામાં રસ હતો. એથી જ એણે પોતાના વ્યક્તિત્વમાં કેટલાક મહત્ત્વનાં ગુણો વિકસાવ્યા હતા. સામાન્ય રીતે બને છે એવું કે કોઈક માણસ બીજાઓ કરતાં વધુ સફળતા મેળવે છે એ પછી એ પોતાની આસપાસ એક અદ્રશ્ય કિલ્લો રચી દે છે અને એ કિલ્લામાં ઝટ કોઈને પ્રવેશવા દેતો નથી. ઇતિહાસમાં એવા અનેક સફ્ળ રાજા-મહારાજાઓના દાખલા મળે છે જેઓ પોતે આવા કિલ્લાઓમાં કેદ થઈ ગયા હોય. ફુરસદનો એમનો સમય સૂરા-સુંદરીના સહવાસમાં કે નાચ-ગાયનમાં વીતતો હોય. આવા રાજા-મહારાજાઓનો પ્રજા સાથે તો ઠીક, પોતાના દરબારીઓ અને રાજમહેલના કર્મચારીઓ સાથેનો