⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔ஜ۩۞۩ஜ રાજા વીસલદેવ ஜ۩۞۩ஜ (ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૨૬૨)----- ભાગ - ૧----- ➡ એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે ઈતિહાસને સાહિત્યમાંથી જુદું તારવવાનો પ્રયાસ કર્યો કોણે? એનાથી ફાયદો શું થયો ? શું ખરેખર એ જ ઈતિહાસ છે તો પછી એ કાળમાં બનેલાં બેનમુન મંદિરો નો ઉલ્લેખ એમાં કેમ નથી. વસ્તુપાળ -તેજપાલે બંધાવેલા જૈન મંદિરો વિષે આજે આપણને એ સમયના લખાયેલાં ગ્રંથો દ્વારા જ ખબર પડી તો પછી વાઘેલાયુગમાટે આટલાં બધાં મતમતાંતર શા માટે ? લવણપ્રસાદ અને વીરધવલ સાચે જ કાબિલેતારીફ માણસો હતાં પણ ઉડીને આંખે વળગે એવી એક બાબત એ છે કે પાટણપતિ વાઘેલાઓ વિષે જેટલું લખાવું