" માં આ ગામના વાતુ કરેસ કે ભાઈ.. આ હાચુ સ ..કેને કા ચૂપ સો." " આજ સવારે ટપાલિયો આવી આ કાગળ આપી ગ્યો સ, લે વાચી જો ," રામી કાકી ,બોલ્યા. શાંતિએ, રામી કાકીના હાથમાંથી કાગળ લઈ,ખોલી પોતે વાંચ્યો ,કાગળ વાંચતા ,શાંતિ જમીન પર ફસડાઈ પડી. તેનામાં લગીરેય બોલવાની હિંમત ન રહી. તે માં સામે એકીટશે જોઈ રહી, "માં તે આ કાગળ વાંચ્યો?" શાંતિ હીબકા ભરતા બોલી. "હા ,મે સવારેજ વાંચી લીધો" રામી કાકી હજી પણ તેના કામમાં પરોવાયેલા હતા. આસોપાલવ,અને આંબાના પાનના તોરણો બનાવ્યા,સાથે ગલગોટાના ફૂલોનો હાર, રમિકાકી તો ઘરને સજાવવામાં લાગી ગયા. " માં ,ભાઈ શહીદ