રાધાવતાર.... - 15 અને 16

  • 5.8k
  • 1
  • 2.5k

પ્રકરણ-15 :દેવકીમાની શ્રી રાધા દર્શનની ઉત્કંઠા.... સ્મૃતિ અને વિસ્મૃતિ ઈશ્વરના બે આશીર્વાદ. સ્મૃતિ એટલે ઈશ્વર પાસેથી આપોઆપ મળેલી એક ચમત્કારિક ઔષધિ જે વ્યક્તિને સફળ બનાવે છે, અને વિસ્મૃતિ એટલે ઈશ્વર પાસે માંગેલી સર્વ પીડા અને વેદના ઓ ને ભૂલવાની ઔષધી, એ વેદનાઓ જે સફળતા ને માણવા નથી દેતી...... દેવકી માં સમગ્ર સૃષ્ટિના પાલનહાર ની જનેતા... પણ પોતે તો ફક્ત એક નાનકડા કાનુડા ની માતા જ જે તેને ખુશ કરવા હર હંમેશ તત્પર છે, આકુળ-વ્યાકુળ રહે છે, અને આવી મનોસ્થિતિને કારણે જ તે એક ગંભીર ભૂલ કરી બેઠા. વહેલી સવારથી જ જાણે કૃષ્ણની વાટ જોતા હોય તેમ પોતાના