“બાની”- એક શૂટર - 62

(32)
  • 4.1k
  • 2
  • 1.3k

બાની- એક શૂટર ભાગ : ૬૨વિચાર કરીને જાસ્મિને ચિંતાતુર સ્વરમાં કહ્યું,"હું ઈવાનની રાહ જોઈશ. આપ એક વાર પૂછીને કન્ફર્મ કરશો કે એક્ઝેટલી કેટલો સમય લાગશે..??" મેનેજરને કોલ લગાવીને મેં પૂછ્યું તો મિટિંગ એક કલાકમાં પૂરી થશે એની જાણ મેં જાસ્મિનને કરી.અચાનક એને પોતાના ઘરે જવાનો નિર્ણય કર્યો."લકીભાઈ...!! હું મારા ઘરે જાઉં છું. ઈવાન એક કલાકમાં ફ્રી થશે જ એટલે એ મને કોલ કરશે જ...!! હું એની સાથે જ જઈશ." જાસ્મિને કહ્યું."ઠીક છે. પ્લીઝ...!! ના નહીં પાડતા....!! હું તમને ઘરે સુધી છોડીને આવું છું." મેં વજન આપતાં કહ્યું.જાસ્મિને હા કહ્યું. બંગલામાં રાખેલી પાર્કિંગનાં સ્થળેથી કાર કાઢવા જતાં જ જાસ્મિનથી અળગો થઈને પહેલા મેં અમનને