મોઢે બોલુ મા, ત્યાં મને સાચેય નાનપણ સાંભરે.

(12)
  • 3.7k
  • 900

મારું મોસાળ વલભીપુર તાલુકાનું મોટી ધરાઈ ગામ. ને મારુ વતન બોટાદ જિલ્લાનું મોટા ઝીંઝાવદર ગામ. મારા બા લીલાબા ને મારા નાની મા હીરબાઇ મા.મારું મોસાળ અને મારું વતન બંને ગામ સરકારી વાહન વ્યવહાર મળવા માટે અગવડતા ભર્યા. અને આ વાત કરું છું તે લગભગ ૩૫ થી ૪૦ વર્ષ પહેલાંની છે. આપણને મામાના ઘેર જવાનો ખૂબ આનંદ હોય. એ વખતનાં કામકાજ ભર્યા દિવસોમાં મહિલાઓને પિયરમાં મળવા જવાનો આખા વર્ષ દરમ્યાન માંડ એકાદો મોકો મળતો.બા આખો દિવસ કામ કરી થાકી ગયાં હોય ત્યારે હું મામાના ઘરે ક્યારે જાશું એમ પૂછતો ત્યાં તેની આંખોમાં ચમક આવી જતી.ને કહેતા,