દીકરીનો બાપ

  • 4.5k
  • 1
  • 1.4k

" બાપ " શબ્દ થોડો ઓછો લાગણીશીલ લાગે , કદાચ એટલે જ લાઈબ્રેરીઓમાં " માં " ની સરખામણીમાં " બાપ " ના પુસ્તકો ઓછા જોવા મળશે . ખેર આજની વાતનું કેન્દ્રબિંદુ છે " દીકરીનો બાપ " . આજે એક સ્ત્રીમિત્રની સમસ્યા સાંભળી એટલે આ વિષય ઉપર મારા વિચારો રજૂ કરવાનું મન થયું .લગભગ બાવીશ વર્ષ દીકરીની ઉંમર અને દેશની વહીવટી સેવામાં જોડાવવાનું તેનું સપનું . બંગલામાં નોકર - ચાકર કામ કરે તેટલું અમીર ખાનદાન . પિતાએ લાડકોડથી ઉછેરીને દીકરીનું ગ્રેજ્યુએશન પૂરું કરાવ્યું ત્યાં સુધીમાં લગભગ કોઈ કમી આવવા નહી દીધી હોય . પરંતુ આગળ જણાવ્યું તેમ દીકરીનું સપનું થોડુંક વધારે