પ્રકરણ - ૨૫/પચીસ ગતાંકમાં વાંચ્યું...... વલ્લભરાય કમરપટ્ટો લઈ ખીમજી પટેલને આપવા જાય છે અને અનંત ખીમજી પટેલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. અનંતની ફરિયાદના આધારે ઇન્સપેક્ટર ખીમજી પટેલ પાસે જઈ એમની તલાશી લે છે.... હવે આગળ...... "હવાલદાર, ઓરડીની તલાશી લ્યો.. એકે ખૂણો બાકી ના રહેવો જોઈએ." ઇન્સ્પેક્ટરે આદેશ આપતાં જ બંને હવાલદાર અંદર ઘુસી ગયા અને ઓરડીની તપાસ શરૂ કરી. થોડીક જ વારમાં બંનેમાંથી એક હવાલદાર એક હાથમાં ખીમજી પટેલનો બગલથેલો અને બીજા હાથમાં કમરપટ્ટાની પેટી લઈ પલંગ પાસે આવ્યો જ્યાં ઇન્સપેક્ટર ઉભા હતા. પેટી ખોલી અંદર કમરપટ્ટો જોતાં જ ઇન્સ્પેક્ટરે ખીમજી પટેલને હથકડી પહેરાવી દીધી..... "આ શું છે......?"