મેં ક્યારે વિચાર્યું પણ ન હતું કે વળતો જવાબ મને આ મળશે.જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું રિતેશ ને ફક્ત ઓળખતી હતી, પણ એમને ખરેખર જાણવા લાગી લગ્નના થોડા દિવસ પછી. જ્યારે તે કમરામાં શાંતિથી આવ્યા અને મને પૂછ્યું તમને વાંચવું ગમે છે? એમનો અવાજ ધીમો હતો પણ અમારા મૌન ના લીધે આ કમરાની ચાર દીવાલો વચ્ચે તેમનો અવાજ મને ગુંજતો હોય એવું લાગ્યું.ડરતા અને અચકાતા અવાજમાં મેં જવાબ આપ્યો. ના.. ના.. મને નથી.. નથી ગમતું.. આ તો એકલી હતી અને.. અને પુસ્તક સામે પડ્યું હતું તો મેં જરાક નજર ફેરવી. પણ સાચું શું હતું ત્યારે તે ફક્ત મારું મન