ચતુર શેઠ …………………………………………………………………………………………………………………………………………………………….. DIPAK CHITNIS (dchitnis3@gmail.coom) …………………………………………………………………………………………………………………………………………………………….. અડધી રાતનો ગજર ભાંગ્યો. માણસને પોતાનો હાથ નો સૂઝે એવી અંધારી મેઘનયનીની રાત હતી. ચોસલાં પાડી લ્યો એવા અંધારામાં શેઠ કરમચંદ પોતાના ઓરડામાં સૂઇ રહ્યા હતા. તેમની બાજુમાં જ પડખે શેઠાણી સૂઇ રહ્યા હતા. દીવાનો ઝાંખો પ્રકાશ દીવાલના માથે અજવાળું પાડી રહેલ હતો. શેરીમાં કૂતરા જોરજોરથી ભસી રહ્યા હતા. શેઠની ઊંઘમાં ખલેલ પડી, જોરથી ભસતા કૂતરા ટોમીના અવાજે શેઠ જાગી ગયા. ઉપર જોયું, પરથમ નળિયાં ખસેડવાનો અવાજ સાંભળ્યો, પછી ખપેડા તૂટવાનો અવાજ આવ્યો. શેઠે ધીરે રહીને શેઠાણીને ઉઠાડ્યાં અને ઉપર જોવા ઇશારત કરી. શેઠાણી હબકી ગયાં. એ પોકરાણ પાડી બૂમાબૂમ ના કરે