શ્રી રાધાવતાર....લેખક: શ્રી ભોગીભાઈ શાહપ્રકરણ-13 સતીત્વ પાવિત્ર્ય ની અગ્નિ પરીક્ષા.... સમયખંડ... અદ્રશ્ય પરંતુ માનવીના સમગ્ર જીવન દરમિયાન સાથે રહેનાર અનિવાર્ય વાસ્તવિકતા.આ વાસ્તવિકતા એટલે વર્તમાન ભૂત અને ભવિષ્યની વચ્ચે જીવતો એક સુંદર ધબકાર. આ ધબકાર જ સત્ય છે ભૂતકાળ ની ભવ્યતા કે ભવિષ્યના સોનેરી કિરણો માનવીને શ્વાસ જરૂર આપે છે પરંતુ તેમાંથી આવતી સુગંધ વર્તમાનની જ છે. દ્વારિકામાં અત્યારનો વર્તમાન નો સમય સૌથી શ્રેષ્ઠ છે રાધા મય ભાવાનુભૂતિ પરંતુ શ્રીકૃષ્ણના સ્વજનો અને પ્રિયજનો હજૂ ભુતકાળ ના ખરાબ સ્વપ્નો માંથી પૂરેપૂરા બહાર નીકળી શક્યા નથી અને ત્યાં તો ગાંધારીના શાપને લીધે