આવું ભોળપણ

(21)
  • 4.4k
  • 2
  • 1.4k

*આવું ભોળપણ*. ટૂંકીવાર્તા.... ૧૨-૮-૨૦૨૦ બુધવાર...એક નાનાં શહેરમાં સંયુક્ત કુટુંબમાં મોટો થયો હતો રાજીવ....રાજીવનાં પિતા ભાનુભાઈ ને પોતાનો ધંધો હતો...બલ્બ બનાવવાની ફેક્ટરી હતી...ઘરમાં રાજીવ સૌથી મોટો હતો પછી બે ભાઈઓ...બીજા નંબરનો કેતન અને નાનો પંકજ...રાજીવ નાનપણથી જ સીધોસાદો અને એકદમ ભોળો હતો...એનાં ભોળપણનો લાભ બધાં જ લેતાં હતાં પણ રાજીવ હંમેશા એવું વિચારે હશે મારાં ભાઈઓ છે અને એ પણ મારાંથી નાનાં છે એમ કહીને દરેક વસ્તુ કે વાત હોય કે મજાક એ બધું એ જતું કરતો...રાજીવ ઘરમાં મોટો હોવાથી ધંધામાં પહોંચી નહોતું વળાતું ભાનુભાઈ એકલાથી અને બીજું કોઈ વિશ્વાસુ માણસ મળતો નહોવાથી રાજીવને ધોરણ દસમાં પાસ થયો પછી ઉઠાડી લીધો