મન માગે છે વિચારોનું ઊંજણ! – દિવ્યેશ ત્રિવેદી

  • 1.3k
  • 434

સિકંદરે કહ્યું હતું કે મારા કોઈ પણ કાર્યને બે બાજુથી મારી વિચારણાનો ટેકો મળે છે. હું કોઈ પણ કાર્ય હાથ ધરતાં પહેલાં એના માટે વિચારું છું અને એ કાર્ય પૂરું થયા પછી એના વિષે વિચારું છું. સિકંદરની વાતને બરાબર સમજીએ તો કહી શકાય કે પહેલી વિચારણા કોઈ પણ કાર્યને ઉપાડવા માટે છે અને પછીની વિચારણા કાર્યનો ભાર ઉપાડવા માટે છે. આને પરિણામે કરેલું કાર્ય કદી એળે જતું નથી. સહેજ ઊંડાણથી વિચારીએ તો બે વખતની વિચારણાની વચ્ચે કાર્ય સેન્ડવિચ બને છે. પહેલી વિચારણા એ કાર્યની પૂર્વ તૈયારી અથવા આયોજન છે અને પાછળથી થતી વિચારણા કાર્યનું મૂલ્યાંકન છે. ખરેખર