લવ બાઇટ્સ - પ્રકરણ-27

(125)
  • 6.9k
  • 12
  • 4.4k

લવ બાઇટ્સપ્રકરણ-27 મયુર મીહીકાની એકબીજાની પસંદગી થવાની વાત આશાએ ઘરમાં જણાવી દીધી. બધાંને ખૂબ આનંદ થયો. લલિતાબહેને કહ્યું આતો સોનામાં સુગંધ ભળી ગઇ અમને ખૂબજ આનંદ થયો છે. બંન્ને છોકરાઓનો સંબંધ હવે એક સાથે એકજ મૂહુર્તમાં કરી ભેળીનો.... ઇશ્વરે સારાં દિવસ બતાવ્યાં છે આપણે રંગેચંગે ઉજવીશું ભંવરીદેવીના આંખમાં આનંદના આંસુ આવી ગયાં આશા કહ્યું સ્તવન અને મીહીકા બંન્નેના સગપણ નક્કી થયાં મારા મહાદેવનો માનું એટલો ઉપકાર ઓછો છે એમણે આંખ લૂછતાં કહ્યું મીહીકાની પણ ચિંતા મટી ગઇ સરસ સંબંધ મળ્યો છે એ પણ જાણકારમાં એની વધારે શાતા છે. રાજમલભાઇએ માણેકસિહજીને કહ્યું હવે તમારે પૂજારીજી પાસે બંન્ને છોકરાઓ ની કુંડળી બતાવીને