રાજકારણની રાણી - ૪૨

(68)
  • 5.3k
  • 2
  • 3.1k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૨ રવિના સાથેની મુલાકાત પછી સુજાતાબેન વ્યથિત દેખાયા હતા. તેમના ચહેરા પર ગુસ્સાના કે નારાજગીના ભાવ ન હતા પરંતુ એમનો ચહેરો કહી આપતો હતો કે એમના દિલને રવિનાએ દુ:ખાવ્યું છે.જનાર્દનની એમને આ બાબતે પૂછવાની હિંમત થતી ન હતી. અને ભલે બંને રાજકારણી મહિલાઓ હતી પણ એક મહિલાની બીજી મહિલા સાથેની ખાનગી મુલાકાત હોવાથી એક પુરુષ તરીકે એમની સાથે આ બાબતે વાત કરવાનું જનાર્દનને યોગ્ય ના લાગ્યું. જનાર્દનની જેમ હિમાનીએ મનોમન સુજાતાબેન રવિના સાથેની મુલાકાત પછી ખુશ ન હોવાની નોંધ લીધી જ હતી.સુજાતાબેન ખુરશીમાં જઇને બેસતા હતા એટલીવારમાં હિમાનીએ ઇશારો કરીને જનાર્દનને કહી દીધું કે હું