ગુસ્સે થયેલી કીર્તિ ને વિક્રમ શાંત કરે છે અને કહે છે. મેડમ તે કાર ને સાચે હું ઓળખતો નથી. પણ તે દિવસે હું જીનલ સાથે ફરવા ગયો હતો ને થોડીક કલાકો માં અમે પાછા પણ આવી ગયા હતા. બાકી આપ જે સાગર ની વાત કરો છો તે સાગર જીનલ નો ફ્રેન્ડ હતો. વચ્ચે વાત ને કાપતા છાયા બોલી હા સાગર જીનલ નો જ ફ્રેન્ડ હતો. વિક્રમ કે હું તેને ઓળખતા પણ નથી.કીર્તિ સમજી ગઈ કે વિક્રમ બંને બાજુ છૂપાવી રહ્યો છે. તેના વિશે છાયા પણ પૂરેપૂરી જાણતી નથી કે તે સાગર વિશે મને પણ પૂરેપૂરી વાત કરી શકતો નથી. કીર્તિ બંને