પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨૭

(67)
  • 4.8k
  • 5
  • 3k

છાયા અચાનક બેહોશ થતાં વિક્રમ "ડોકટર ડોકટર" નો સાદ કરવા લાગ્યો. ત્યાં એક નર્સ આવી ને છાયા ની તપાસ કરે છે. અને તેને બાજુના બેડ પર સુવડાવી ને તેની આંખો અને શરીર ની તપાસ કરે છે. નર્સ ને કઈ ખાસ લાગ્યું નહિ એટલે તેણે છાયા ની આંખમાં પાણી છાંટ્યું. ત્યાં છાયા હોશમાં આવી ગઈ.વિક્રમ છાયા ને ઘરે લઈ ગયો. અને તેને આરામ કરવા કહ્યું અને પોતે બહાર બેસીને વિચાર કરવા લાગ્યો. વિક્રમના મનમાં એક ખુશી આવી ગઈ હતી કે જીનલ હવે હોશમાં આવશે તો કદાચ તે બધું ભૂલી ગઈ હશે. એટલે હવે હું કોઈ ચિંતા કર્યા વગર છાયા સાથે મારી