પ્રતિક્ષા - 24

(14)
  • 2.6k
  • 2
  • 1.3k

પૂનમ અને અમાસ વચ્ચે ચંદ્ર તરબતર, માનવીના હૈયામાં જન્મતો સૂર્ય બેખબર.... . નવી સવાર નવું સૂર્ય નવી આશાઓ અને સાથે જોડાતા નવા સંબંધો......આજના આ શુભ દિવસે પોતાના સપનાની સાથે બધા જ પોતપોતાના આનંદ માં વ્યસ્ત હતા. ચિંતનભાઈ પોતાના બેડરૂમમાં કાલે જ કવિતા એ આપેલા શિલ્પાના જીવંત ભીંતચિત્ર ની સામે જોઈ વિચારતા ઉભા હતા ત્યાં તો અનેરી આવી ને પપ્પા ને વહાલી થઈ ગઈ નજીક સરકી ગઈ. અનેરી:-"પપ્પા તૈયાર?" ચિંતનભાઈ:-"એ જ વિચારું છું કે શું હું પૂરેપૂરો તૈયાર છું?" અનેરી:-" ન હોય તો થઈ જાઓ હવે કાંઈ ન વિચારો." ચિંતનભાઈ;-"કવિતા પણ આમ જ કહે