અનામિકા - ભાગ ૧

(13)
  • 3.9k
  • 1
  • 1.6k

સુભાષ અને નીરજ બે યાર બાજુ બાજુમાં જ રહે. એકબીજાના મનની વાત જાણે અને જણાવે. યાર ખરા પરંતુ મળવાનું માત્ર રવિવારના રોજ. કેમકે સુભાષ એક સ્થાનિક બેંકમાં નોકરી કરે. જ્યારે નીરજ ચાલીસ કિલોમીટર દૂર મોટા શહેરમાં સરકારી ખાતામાં ફરજ નિભાવે અને રજાના દિવસોમાં જ ઘેર આવે. રવિવારે બંને મળે અને મહિનામાં એકાદ-બે વાર કંઈ ને કંઈ પ્રોગ્રામ બનાવે. ગાર્ડનમાં જવું, મોલમાં જવું, હોટલમાં ફેમેલી સાથે ડીનર માટે જવું અથવા સિનેમા જોવા જવું એ કાર્યક્રમ ફિક્સ કરે. બંને મિત્રો પરિણીત હોવાથી એકબીજાના ઘેર પણ ડીનરનો ખાસ પ્રોગ્રામ રાખે. સુભાષની પત્ની સુરભી શાંત સ્વભાવ ધરાવે અને સમજદાર પણ ખરી. એ જ રીતે