"પાંત્રીસ મિનિટ !" અકળાઇને મિતાલીએ ઘડિયાળમાં જોયું. એરેન્જ્ડ મેરેજ માટે જે મુરતિયાને મળવા અાવી હતી એનાં હજું દુર દૂર સુધી કોઇ ઠેકાણા દેખાતાં નહોતા અને રાહ જોઇને કંટાળેલી મિતાલીએ ઘરે જવાનું મન બનાવી લીધું. યુપીએસસીની તૈયારીઓ કરી રહેલી મિતાલી માટે અામ પણ એક-એક ક્ષણ કિંમતી હતી અને અા રીતે સમય વેડફનારા માટે ભારે અણગમો.. "શું જરુર હતી એરેન્જ્ડ મેરેજ માટે હા પાડવાની? હવે મમ્મી અાવા નમુનાઓ એરેન્જ્ડ કર્યાં કરશે અને તું મળતી રહેશે.." મિતાલી સ્વગત બબડી અને ત્યાં જ રેસ્ટોરન્ટનાં દરવાજેથી એક છોકરો વરસાદમાં પુરી રીતે ભીંજાયેલો અંદર દાખલ થયો. એ ભીના કપડા અને વાળ માંથી ટપકી રહેલાં પાણી સાથે