અચાનક મિતાલી ની આંખ ખુલી ઘડિયાળ માં જોયું તો રાત્રિ ના સવા બે વાગ્યા હતા પણ તેની આંખો ની ઊંઘ ઉડી ગયેલી હતી હદય ના ધબકારા તેજ થય ગયા હતા. એટલી કપરી ઠંડી માં પણ મિતાલી પરસેવા થી નિંતરતી હતી. પણ આવું કય આં પહેલી વાર ન હતું. આ સપનું તેને છેલ્લા બે ચાર દિવસ થી આંખો ની સામે વારંવાર આવીજતું હતું . અને મિતાલી હફાળી થાય હતી. જ્યારથી તેને સરહદ પર યુદ્ધ અને સૈનિકો ની વધતી હલચલ વિશે સમાચાર માં સાંભળ્યું હતું તેનું મન બીજે કય લાગતું જ ન હતું.