પહેલો વરસાદ

(16)
  • 3.9k
  • 2
  • 1.1k

*બંસી મોઢા વાર્તા નું શીર્ષક: પહેલો વરસાદ "પોટરનો સ્પેલિંગ બોલો બેટા." સુધીરે આરવને અંગ્રેજીના હોમવર્કમાં લખવાનો છેલ્લો સ્પેલિંગ પૂછ્યો. આરવને એ સ્પેલિંગ કરતાં નામમાં વધુ રસ હતો તેણે સામો સવાલ કર્યો "પપ્પા પોટર શું કરે?" સુધીરે આરવના બંને હાથ પકડી વહાલથી પોતાની પાસે બેસાડીને કહ્યું. "હંમેશા પપ્પા જ કહેતો હોય તો ડેડી કહે એ મને જરા પણ નો ગમે" આરવે ધીમેથી જવાબ આપ્યો. "મને બી ના ગમે પણ મમ્મી કહ્યું છે ડેડી જ કહેવાનું છે પપ્પા ઈઝ સાઉન્ડ ઓલ્ડ" સુધીરે ડ્રેસીંગ ટેબલ આગળ બેઠેલી શિલ્પા સામે જોયું. એને થયું કે તે શિલ્પા ને