ઉર્વી હવે કૉલેજમાં આવી ગઈ હતી. આમ તો તે તેના માતા- પિતા ની એકની એક દીકરી હતી. તેને ભાઈ કે બહેન ના હતા. પરંતુ તેના પડોશી કંચનબેનના દિકરા કૌશલને તે ભાઈ ગણતી. કૌશલ ને એક સગી બહેન પણ હતી. પરંતુ કૌશલ ઉર્વી ને સગી બહેન કરતાં વિશેષ ગણતો. બંને સાથે એક જ કૉલેજ માં અભ્યાસ કરતાં હતા. કોલેજમાં આવવા જવાનું સાથે જ થતું. ઉર્વી ના મમ્મી પપ્પા ને કૌશલ પર સંપૂર્ણ ભરોસો હતો. કૌશલ હતો પણ એવો જ. સ્વભાવે એકદમ શાંત અને તેની ઉંમર કરતાં ઘણો વધુ પરિપક્વ... ઉર્વી નું તે કૉલેજ માં પણ ખૂબ ધ્યાન રાખતો. ધ્યાન