મીરાંનું મોરપંખ - ૧૧

  • 2.5k
  • 1
  • 998

આગળના ભાગમાં મીરાંએ 'ગુડ ન્યુઝ' બધાને સંભળાવ્યા...કુમુદ તો મીરાંને દુઃખ થયું કે નહીં એ જ જાણવા ઉત્સુક હતી. સવાર સવારમાં આજ એને એના અધ્યાય ચાલુ કર્યા છે..હવે આગળ... બધાએ મોહિત અને સંધ્યાને વધામણી આપી. રીટા તો ફટાફટ રસોડામાં જઈને કાજુકતરી લાવી અને લાડમાં જ બોલી "સંધ્યા, તું જેટલી સરસ વ્યવહારમાં, દેખાવમાં અને કામકાજે પાવરધી છો એ જ ગુણથી ભરપૂર મારે તો તારી પ્રતિકૃતિ જોઈએ. રાજવીએ પણ મોહિત અને સંધ્યાને મોં મીઠું કરાવ્યું અને બેયને આજે એકબીજા સાથે આખો દિવસ સમય પસાર કરવા માટે બહાર ફરવા જવાનો હુકમ આપી દીધો. ભાવિ દાદાએ પણ બેયને શુભેચ્છાઓ પાઠવી. મીરાં તો આ પ્રેમને