ગુજરાતના શિલ્પી બાબુભાઈ

  • 6.4k
  • 2
  • 1.5k

ગુજરાતના શીલ્પી બાબુભાઇ •.¸♡ Dipak Chitnis ♡¸.• (dchitnis3@gmail.com) આજનું ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ રાજ્યમાંથી તારીખ ૧લી, મે ૧૯૬૦ ના રોજ ભાષાની દૃષ્ટિએ અલગ થયેલ ગુજરાત રાજ્ય છે. ૧૯૪૭માં આઝાદી પ્રાપ્ત થઇ તે સમયે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન થયું. જે ત્રણ ભાગ એટલે કચ્છ સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સમય આંતરે ભાષાની દૃષ્ટિએ ભારત દેશના વિવિધ રાજ્યો થયા તેમાં મહાગુજરાત આંદોલન થકી મરાઠી ભાષાની દૃષ્ટિએ મહારાષ્ટ્ર અને ગુજરાતી ભાષાની દૃષ્ટિએ ગુજરાત રાજ્યનો જન્મ થયો અને જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પણ આવી ગયા. આ ગુજરાત રાજ્ય પશ્ચિમ દિશાએ અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ પાકિસ્તાન, ઉત્તરપૂર્વે રાજસ્થાન મધ્યપ્રદેશ, દક્ષિણે મહારાષ્ટ્ર, દિવ દમણ દાદરા નગર હવેલીના પ્રદેશોથી ઘેરાયેલ છે. ​આ એ જ ગુજરાત રાજ્ય છે જેણે ભારત દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે મહાન વિભૂતિ એવા પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ, જેવા અનેક