મારો યાદગાર પ્રવાસ. પ્રવાસના યાદગાર સંસ્મરણ. મારો અવિસ્મરણીય પ્રવાસ. પ્રવાસનું મહત્વ. મદ્દા - 1. વિદ્યાર્થી અવસ્થામાં પ્રવાસનું મહત્વ 2. પ્રવાસ-આયોજન 3. પ્રયાણ અને મુસાફરીનો આનંદ 4. ધાર્મિક- ઐતિહાસિક સ્થળોની મુલાકાત 5. જીવનભરનું સંભારણું. પ્રવાસનો શોખ વિદ્યાર્થી અવસ્થામાં વિકસાવયો હોય તો મોટાપણે માનવી પ્રવાસથી કંટાળતો નથી. પ્રવાસ ર્તો હૃદય, મન અને આત્માને વિશાળ, ઉદાર અને દૃઢ બનાવનારી ઉદ્દાત પ્રવૃતિ છે. સાહસિકતા, સહિષ્ણુતા, માનવતા, વ્યવહાર-કુશળતા અને નિયમિતતા જેવા જીવનઘડતરના મૂલ્યવાન ગુણો પ્રવાસ દ્વારા ખીલે છે-વિકસે છે. વિદ્યાર્થીઓમાં સૌંદર્યદ્ર્ષ્ટિ વિકસે છે. સહકારની ભાવના કેળવાય છે. મુશ્કેલીને હસતાં હસતાં પાર કરવાની તાલીમ મળે છે અને ઝીણીમાં ઝીણી બાબતનું પણ ચોકસાઈથી