અંત સંતાપનો

(14)
  • 3.9k
  • 1.1k

*અંત સંતાપનો*. ટૂંકીવાર્તા.... ૨૬-૭-૨૦૨૦ રવિવાર....એક મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મેલો અજીત...પણ કુદરતી જ એ નાનપણથી ખુબ સમજદાર અને ડાહ્યો હતો એ બીજાનાં સંતાપ ને સમજી શકતો...માતા ઈલા અને પિતા રાજીવે નોકરી કરી ભણાવ્યો ગણાવ્યો...ગામડે રાજીવ નું એક કાચું મકાન હતું અને ગામમાં થોડી જમીન હતી...વર્ષમાં એક વખત ગામડે સપરિવાર જતાં અને અઠવાડિયું રહીને પાછાં આવતાં...માર્ચ મહિનામાં કોરોના મહામારી ફેલાઈ અને એનાં પગલે લોકડાઉન આવ્યું...મંદિરો બંધ થઈ ગયા ‌એટલે રાજીવ અને ઈલા વધુ ને વધુ સમય એકબીજા જોડે રહેતા હતાં...દિકરો અજીત અને એની પત્ની સારંગી બન્ને ઓફિસ નું કામ ઓનલાઈન કરતાં હતાં એટલે એ એમનાં રૂમમાં જ હોય...અજીત બે ત્રણ દિવસે એક વખત