ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક (ભાગ ૧૦)

(14)
  • 4.5k
  • 1
  • 1.3k

બાબુડાની તબીયતમાં કોઈ સુધારો નહોતો . બસ એતો આરામ ફરમાવી રહ્યો હતો . જ્યારે પેલો પાગલ શૉક આપવાના કીધે બે-ત્રણ અસ્પષ્ટ શબ્દો ઉચારતો થયો હતો . સોનુ...નંદાદેવી...મંદિર..ખજાનો બસ આવા શબ્દો એક પછી એક બોલી રહ્યો હતો જેનો મતલબ ખબર નહોતી પડી રહી .પણ ડૉ.હેમાંજલીની આશામાં થોડો વધારો થયો હતો ,.જેમ મૃગલાને અભાષી જળ જોઈને આશા બંધાય તેમજ.... એમને ડૉ રોયને આના વિશે માહિતગાર કર્યા . રાઘવકુમારે આપેલા અલ્ટીમેટના લીધે ખૂબ ઝડપી કામ થઈ રહ્યું હતું . જગતાપ રાઠોડ વિશેનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો હતો જેમાં એની આખી કુંડળી લખાઈ રહી હતી .કદાચ એને પોતને જ એની માહિતી નહીં