હું રાહ જોઇશ! - (૧૦)

  • 3.7k
  • 1.2k

વેદિકા અભય ને રાખડી બાંધવા જઈ રહી હોય છે. બંને એકબીજાની આંખોમાં જોતા હોય છે. વેદિકા મનમાં વિચારે છે, "તેની ઈચ્છા પૂરી કરવા તું એને રાખડી બાંધી દેશે? શું તારી પાસે બીજો કોઈ રસ્તો નથી? પણ એની ઈચ્છા છે કે હું રાખડી બાંધુ. શું તેણે તને આવું કહ્યું? ના. તો પછી તું કેવી રીતે કહી શકે કે અભય ની તારી પાસે રાખડી બંધાવવા ની ઈચ્છા છે? શું તું પહેલાની જેમ તેની સાથે નોર્મલ બિહેવ કરી શકશે?"તો બીજી તરફ અભયના કાનમાં પણ અવાજો ગુંજી રહ્યા હતા, "શું તું તેને તારી બહેનના સ્વરૂપે જોઈ શકશે? તારે તો તેની સાથે રોજ મળવાનું થશે