ભૂતકાળ ની છાપ - ૧૧

  • 3.8k
  • 2
  • 1.1k

ત્રીજા પહર નો સમય શરૂ થયો. ચંદન સિંહાસનની નીચે સંતાડલી બુક ને લઈ ને ભાગ્યો. રાજમહેલ માંથી ચોરી છુપીને બહાર તો નીકળી ગયો પણ એના માટે ઘણી તકલીફ ભોગવવી પડી. અંતમાં અઘોરીએ કહ્યા મુજબ ચંદન બુક લઈને સ્મશાને પહોંચી ગયો. અઘોરીને બુક આપીને કહ્યું,"આ પુસ્તક ની જવાબદારી હવે તમને સોંપૂ છું." આટલું બોલતાજ ચંદન જમીન પર ઢળી ગયો.. ચંદનના શરીરમાં તલવાર ના ઘા હતા. અઘોરી સમજી ગયો કોઈ ચંદન નો પીછો કરતું હતું. મંત્રોના ઉચ્ચાર સાથે અઘોરીએ પુસ્તકને હવામાં ગાયબ કરી દીધું. સ્મશાનના દરવાજા પાસે થી ઘોડાના પગલાં નો અવાજ આવ્યો. એની બીજીજ ઘડી એ ઘોડા આવીને અઘોરી પાસે ઊભા રહ્યા.