ખોટા ખર્ચા

(25)
  • 5.4k
  • 1.4k

ન જાણે ક્યા જન્મ નો બદલો લઈ રહી છે બોલતા બોલતા કોકિલા બેન વરંડા માં આવી ખુરશી પર બેઠા.સવારનું ન્યુઝ પેપર વાંચતા સુકેતુ ભાઈ પેપર સાઇડ માં રાખી બોલ્યા આ સવાર સવાર નાં શું પારાયણ માંડ્યું છે ?કોકિલા બેન હજુ વધુ ભડક્યા અને બોલ્યા તમે આ પેપર માંથી ઊંચા આવો તો ખબર પડે, આખા ગામની પંચાત કરો છો પણ ઘરમાં શું ચાલી રહ્યુ છે એની બિલ્કુલ પરવા નથી.સુકેતુ ભાઈ બોલ્યા વાતમાં મોણ નાખ્યા વગર સીધી રીતે બોલને થયું શું ?કોકિલા બેન બોલ્યા આ તમારી નવી વહુ આવી છે ને તાન્યા એ રોજના નવા ખોટા ખર્ચા કર્યે રાખે છે આમને આમ